Monday, April 29, 2019

ફોન મેમરી નેં વધારવાના ઉપાય



ફોન મેમરી ને વધારવાના ઉપાય


  મિત્રો જો તમારી પાસે પણ વન જીબી રેમ વાળો મોબાઇલ છે અને તે ખૂબ જ હેન્ગ થાય છે અથવા ગરમ થાય છે તો મિત્રો હું તમને જણાવીશ એવી એપ્લિકેશન જેની મદદથી તમે તમારા ફોનની મેમરી વધારી શકું છું અને ફોન ને ગરમ થતા અટકાવી શકો છો.

⇒ સૌપ્રથમ તમારે તમારા મેમરી કાર્ડ ની અંદર પડેલા મોટા મોટા વિડિયો નકામી ગેમ નકામી એપ્લિકેશન ડીલીટ મારવાની છે વધારે પડતા વિડિયો ફોટા આ વસ્તુ ને ડીલીટ મારવાની છે.

➡️  ત્યાર બાદ તમારે google પ્લે ની અંદર જઈને સર્ચ મારવાનું CM lite આટલો સર્ચ મારતા ની સાથે જ તમને એક એપ્લિકેશન દેખાશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે નીચે ફોટો આપેલ છે એ પ્રમાણે દેખાશે.

➡️  એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તેને ખોલી અને નીચે clean junk આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ઓટોમેટીક તે તમારે ફોન મેમરી ને વધારી દેશે.

➡️  આમ તમારી ફોન મેમરી વધી જવાથી ફોન ગરમ થતો અટકી જશે તો મિત્રો તમે આવી જ રીતે તમારી ફોનમેમરી ને વધારી શકો છો અને ફોનને સેન્ડ થતા અટકાવી શકો છો તેના અમુક પિક્ચર મેં ઉપર અને નીચે બંને સાઇડ આપેલા છે 

➡️ તો મિત્રો આ પોસ્ટ અને વધારેમાં વધારે શેર કરો અને નીચે કોમેન્ટ ના ઓપ્શનમાં cm લાઈટ લખો ધન્યવાદ આપણે મળીએ આગળની પોસ્ટમાં થેન્ક્યુ..

🙏 share..

🙏 comment..

Sunday, April 28, 2019

જમીન માં હવે પાણી નથી..

જળ એજ જીવન


 મીત્રો આજે આપણે વધતાં જતાં પાણીના દુરુપયોગ ની વાત કરીશું પાણીનો દુરુપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. 🌅 પાણીના થતા બગાડ વિશે વાત કરીશું.

💧 આ લેખ ને મહેરબાની કરીને આખો વાંચવા વિનંતી.

  આપણે પાણી નો બગાડ ખુબ જ વધારી દીધો છે જે એક સમયે આપણે ને ખુબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. આપણે પાણી ને ગંભીર તાથી ન લેતા તેનો જેમ તેમ દુરુપયોગ કરી રહ્યા છીએ જે આપણે આવનારા વર્ષોમાં મુશ્કેલી આવશે. લોકો એ આ બાબતથી અજાણ છે કે આવનારા વર્ષોમાં પણ એ ધીરે ધીરે ઓછું થતું જાય છે અત્યારે નદી ના  નાળા સુકાતા જાય છે કૂવામાંથી પાણી સુકાઈ ગયો છે.

 પાણી નો બગાડ :

  અત્યારે ના આ  આધુનિક સમયમાં કોઈ પાણીનું મહત્વ સમજતા નથી અને તેનો જેમતેમ બગાડ કરવામાં આવે છે પાણીની ખોટી રીતે વેડફે છે પાણીને મોટી મોટી ફેક્ટરી ,મોટી મિલો ની અંદર પાણી ખૂબ વેડફાઈ જાય છે

પાણીના સ્તર  જેમ ઊંડા થતાં જાય છે એમ લોકો એનો વધારે દુરુપયોગ કરી રહ્યા છે અને આવનારા સમયમાં પાણી ના સ્તર  ઊંડા જતા રહેશે જ્યાંથી પાણી કાઢો ખૂબ મુશ્કેલ થઈ જશે અને પીવાના પાણી માટે લોકો તડપતા હશે લોકોને દુરદુર સુધી પાણીની શોધમાં જવું પડશે.

💦 લોકો પાણીના ખોટી રીતે ઉપયોગ કરે છે
💦 તળાવોની અંદર ભેંસોને નાખવામાં આવે છે કપડાં ધોવામાં આવે છે જેથી પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યો છે

💦 મિલો દ્વારા આ પીવાના પાણીની નદી ની અંદર તેમનું કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે અને પીવાનું પાણી પ્રદૂષિત થાય છે

💦 જંગલો કપાતા જાય છે જેથી વરસાદનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને અમુક વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે

💦 પાણી વગર જંગલની અંદર રહેતા પ્રાણી , પક્ષી વનસ્પતિઓ છોડવાઓ તરશે મરીએ છે અને પ્રાણીઓ અને પક્ષીઓ મૃત્યુ પામે‌ છે

💦 આમા પાણીનો દુરુપયોગ ના લીધે પાણીનો સ્તર નીચું થતું જાય છે અને બોરવેલ દ્વારા આ આ પાણી પાણીની બહાર નીકળીને વધારે ઊંડા બનાવી રહ્યા છે

પાણી ના સ્તર ઉપર લાવવા માટે શું કરવું...


મિત્રો પાણીના સ્તર ઊંચા લાવવા માટે આપણે બધાએ સાથે સાથે મળીને એક બંધ થઇ ને કાર્ય કરવું પડશે. આમ આપણે બાગ-બગીચા ઘર આંગણે પાણી વાપરતા પહેલા થોડું વિચારીને પાણી વાપરવું મહિલાઓ બાગમાં પાણી પીવડાવવા માટે સીધી પાણીની પાઇપ મૂકી દે છે અને પછી ખાતો બીજા કામોમાં લાગી જાય છે આમ તેઓ બીજા કામમાં વ્યસ્ત હોવાથી પાણી વધુ વહીને જતું રહે છે અને બરબાદ થાય છે જ્યારે પણ તમે ફુલોને પાણી પાવુ ત્યારે વોટર સ્પેર નો ઉપયોગ કરવો જેનાથી છોડને પૂરતું પાણી મળી રહે અને પાણીનો બગાડ થતો પણ અટકે.

➡️ જેમ બને તેમ વધારે વૃક્ષો વાવવા વધારે વૃક્ષોનો ઉછેર કરવો અને તેમની સારસંભાળ રાખવી જેથી કરીને વધારે વરસાદ થાય સારો વરસાદ થાય તો વધારે વૃક્ષો પણ શીખી શકાય અને વધારે વૃક્ષો હોવાથી હવામાન ગરમીનું પ્રમાણ ઓછું રહે અને પાણીની વરાળ થતું અટકે છે.

➡️ અત્યારે આપણે જેટલો પાણીનો બગાડ કરીશું એટલું આપણે ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાશે અને આ મુશ્કેલીઓ નો ઉકેલ આવવો ખૂબ જ મુશ્કેલ હશે આથી હું તેમણે એક જ વિનંતી કરું છું કે આપણે બધાએ સાથે મળીને પાણીનો બચાવ કરવો જોઈએ નહિ તો આવતા સમયમાં આપણે પાણીની શોધમાં  ભટકવું પડશે.

➡️  પાણીની ભેગું કરવું પડશે અને આ માટે આપણે સરકારને પત્ર મોકલવો પડશે કે જ્યાં જ્યાં ચોમાસાની અંદર નદી દરિયાની અંદર રહી જાય છે એ નદી પર બંધ બાંધીને એ દરિયાની અંદર જતા પાણીને અટકાવવામાં આવે અને જમીનની અંદર પાણી તમને ઉપર લાવવામાં આવે જેથી કરીને પૃથ્વી અંદર પાણી નુ સ્થળ બન્યું રહે.

🙏 મિત્રો જો તમને મારી વાત ગમી હોય કે મારી આખી પોસ્ટ ગમી હોય તો નીચે શેર કરો એ બટન પર ક્લિક કરીને તમારા વોટ્સ અપ તમારી ફેસબુક કે બીજ કે બીજા એપ્લિકેશન ની અંદર શેર કરવા વિનંતી અને આ પોસ્ટને નીચે કમેન્ટમાં જળ એ જીવન લખવું જરૂરી છે.

Share...

Comment...


Saturday, April 27, 2019

મેલડી માં ના પરચા


જય મેલડી માતાજી મીત્રો...

આજે આપણે ગુજરાત ની અંદર આવેલા મેલડી માતાજી ની વાત કરીએ.

 મેલડી માતાજી ના ધણા બધા એવા પરચા છે જે આપણે કોઈ દીવસ વિચારી પણ ન શકીએ. મેલડી માતાજી એ પ્રગટ પરચા પુરનારી માતાજી છે. મેલડી માતાજી એ ધણા બધા દુખીયા ઓનાં દુઃખ હરનારા માતાજી છે.

મેલડી માતાજી ના પરચા

મેલડી માતાજી એ એવા ધણા બધા પરચા આપેલ છે જેની આપણે વિગતે વાત કરીએ.

  કડી કરીને એક શહેર હતું. આ શહેર ની અંદર રાજા મલાવરાવ કરીને એક રાજા રાજ કરતો હતો. આ રાજા પ્રજા નું ખુબ જ ધ્યાન રાખતો હતો. એક દીવસ રાજા આટો મારવા નીકળ્યા. એટલે વચ્ચે એમણે એક ભુવાને ધુણતા જોયા. રાજા ને એમ થયું કે આ બધું તો ખોટું છે આ માતાજી બીજું કાંઈ નાં હોય. એટલે એક દીવસ રાજા એ આખા રાજ્યમાં ભુવાઓને  આમંત્રણ આપ્યું. એટલે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ અને દરેક ભુવાઓ રાજા ના દરબાર ની અંદર ભેગા થયા.

           આમ ભેગા થયા એટલે રાજા એ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજ ની અંદર એક ધિજ ધારી છે એ તમે મને કેવો તો જ હું તમને જાવા દઈશ નહીતન આજીવન કારાવાસની સજા આપવામાં આવશે. એટલે આ બધાં ડરી ગયા અને કોઈ એ પણ રાજા ની મનની વાત કહી ન શક્યા. એટલે રાજા બહુ ગુસ્સો આવ્યો અને દરેક ભુવાઓ ને કારાવાસની અંદર ધકેલી દીધા. 

         આમ કરતાં પ્રધાને રાજા ને કહ્યું કે એક ભુવો હજુ બાકી છે. રાજા એ એને હુકમ કર્યો અને તે ભુવાને આમંત્રણ આપ્યું. વાજતે ગાજતે બધા ભુવાને લેવા ગયા . આમ આ જીવણ બારની કરી ને રબારી હતો જે મેલડી માતાજી નો ભુવો હતો. ભુવો માતાજી ની રજા લઈ ને મલાવરાવના દરબાર માં આવી પહોંચ્યા.

       રાજા મલાવરાવ એ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજ ની અંદર એક ધિજ ધારી છે એ તમે જાણો તો તમે સાચા કેવરાવ. અને આટલું કહેતા પેલા જીવણ બારની અંદર મેલડી એ પ્રવેશ કર્યો અને હાક મારી કે એ મલાવરાવ તે તારા મહેલ ના ત્રીજા માળે માટલાની અંદર કોળું વાવેલૂ છે. આટલું શાભળ તાજ  રાજા મલાવરાવ એ માતાજી ના પગમાં પડી ગયો અને કહે કે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો માતાજી. આમ તેણે કારાવાસની અંદર રહેલા સવાસો ભુવાને છોડાવ્યા હતા. અને મલાવરાવ ને પરચો પુર્યા હતો.


    આમ માં મેલડી એ એવા ધણા બધા પરચા આપેલ છે.

 મીત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહિ..

Share whatsaap....

Share facebook....

કોમેન્ટ ની અંદર જય મેલડી માં જરુર લખજો..