Saturday, April 27, 2019

મેલડી માં ના પરચા


જય મેલડી માતાજી મીત્રો...

આજે આપણે ગુજરાત ની અંદર આવેલા મેલડી માતાજી ની વાત કરીએ.

 મેલડી માતાજી ના ધણા બધા એવા પરચા છે જે આપણે કોઈ દીવસ વિચારી પણ ન શકીએ. મેલડી માતાજી એ પ્રગટ પરચા પુરનારી માતાજી છે. મેલડી માતાજી એ ધણા બધા દુખીયા ઓનાં દુઃખ હરનારા માતાજી છે.

મેલડી માતાજી ના પરચા

મેલડી માતાજી એ એવા ધણા બધા પરચા આપેલ છે જેની આપણે વિગતે વાત કરીએ.

  કડી કરીને એક શહેર હતું. આ શહેર ની અંદર રાજા મલાવરાવ કરીને એક રાજા રાજ કરતો હતો. આ રાજા પ્રજા નું ખુબ જ ધ્યાન રાખતો હતો. એક દીવસ રાજા આટો મારવા નીકળ્યા. એટલે વચ્ચે એમણે એક ભુવાને ધુણતા જોયા. રાજા ને એમ થયું કે આ બધું તો ખોટું છે આ માતાજી બીજું કાંઈ નાં હોય. એટલે એક દીવસ રાજા એ આખા રાજ્યમાં ભુવાઓને  આમંત્રણ આપ્યું. એટલે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ અને દરેક ભુવાઓ રાજા ના દરબાર ની અંદર ભેગા થયા.

           આમ ભેગા થયા એટલે રાજા એ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજ ની અંદર એક ધિજ ધારી છે એ તમે મને કેવો તો જ હું તમને જાવા દઈશ નહીતન આજીવન કારાવાસની સજા આપવામાં આવશે. એટલે આ બધાં ડરી ગયા અને કોઈ એ પણ રાજા ની મનની વાત કહી ન શક્યા. એટલે રાજા બહુ ગુસ્સો આવ્યો અને દરેક ભુવાઓ ને કારાવાસની અંદર ધકેલી દીધા. 

         આમ કરતાં પ્રધાને રાજા ને કહ્યું કે એક ભુવો હજુ બાકી છે. રાજા એ એને હુકમ કર્યો અને તે ભુવાને આમંત્રણ આપ્યું. વાજતે ગાજતે બધા ભુવાને લેવા ગયા . આમ આ જીવણ બારની કરી ને રબારી હતો જે મેલડી માતાજી નો ભુવો હતો. ભુવો માતાજી ની રજા લઈ ને મલાવરાવના દરબાર માં આવી પહોંચ્યા.

       રાજા મલાવરાવ એ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજ ની અંદર એક ધિજ ધારી છે એ તમે જાણો તો તમે સાચા કેવરાવ. અને આટલું કહેતા પેલા જીવણ બારની અંદર મેલડી એ પ્રવેશ કર્યો અને હાક મારી કે એ મલાવરાવ તે તારા મહેલ ના ત્રીજા માળે માટલાની અંદર કોળું વાવેલૂ છે. આટલું શાભળ તાજ  રાજા મલાવરાવ એ માતાજી ના પગમાં પડી ગયો અને કહે કે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો માતાજી. આમ તેણે કારાવાસની અંદર રહેલા સવાસો ભુવાને છોડાવ્યા હતા. અને મલાવરાવ ને પરચો પુર્યા હતો.


    આમ માં મેલડી એ એવા ધણા બધા પરચા આપેલ છે.

 મીત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહિ..

Share whatsaap....

Share facebook....

કોમેન્ટ ની અંદર જય મેલડી માં જરુર લખજો..

9 comments: